25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 54 હજાર 242 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં રવિવારે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર થઇ ગઇ છે. કોરોનાના લીધે અત્યારસુધી 3060 લોકોના મોત પણ થયા છે. ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની જેલોમાં બંધ 11 હજાર કેદીઓને ઇમરજન્સી પેરોલ પર છોડવાનો નિર્ણય કર્યો છે. 9671 કેદી પહેલા છોડવામા આવ્યા હતા. ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે રાજ્યની જેલોમાં 38 હજાર કેદી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે તેમાંથી 20 હજાર બહાર આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ કોરોના કેસની દ્રષ્ટિએ બીજા ક્રમ પર છે. અહી 30 હજારથી વધારે પોઝિટવ કેસ મળ્યા છે. એક સપ્તાહથી દરરોજ દોઢ હજારથી વધારે દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. મુખ્યમંત્રી પલાનીસામીએ રવિવારે કહ્યું કે તમિલનાડુના કુલ સંક્રમિતોમાંથી 86 ટકામાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 4 જૂન સુધી 5.50 લાખ ટેસ્ટ કરાવ્યા છે. તમિલનાડુમાં દર્દીનો રિકવરી રેટ દેશમાં સૌથી વધારે છે અને અને મૃત્યુદર વિશ્વમાં અન્ય દેશોની તુલનામાં ઓછો છે. રાજ્યમાં 16 હજાર 395 દર્દીને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે 254 લોકોના મોત થયા છે.

સંક્રમણની ઝડપ વધી રહી છે. છેલ્લા 6 દિવસમાં ભારતમાં 56121 કેસ વધ્યા છે. જો ઝડપ આવી જ રહી તો ભારત 4 દિવસમાં બ્રિટનને પાછળ છોડી દેશે અને પાંચમા નંબરે આવી જશે. કારણકે છેલ્લા 6 દિવસમાં ભારતમાં રોજ એવરેજ 9353 કેસ વધી રહ્યા છે.

worldometers વેબસાઈટ અનુસાર, બ્રિટનરવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં સંક્રમણના 2 લાખ 84 હજાર 868 કેસ સાથે પાંચમા સ્થાને હતું. ત્યારે ભારતમાં 2 લાખ 50 હજારથી વધારેકેસ હતા.ભારતે બે દિવસ પહેલા જ ઇટાલીને પાછળ છોડ્યું હતું. બ્રિટનમાં અત્યાર સુધીમાં 40,465 લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં આ સંખ્યા 6,950 છે.

શનિવારે એક દિવસમાં સૌથી વધુ 10 હજાર 521 કેસ વધ્યા અને 5940 દર્દીઓ સ્વસ્થ થયા હતા. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છે.

કેરળમાં કન્વેન્શન સેન્ટરને હોસ્પિટલ બનાવાઈ
લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી કેરળના કોચી પ્રશાસને તૈયારી ઝડપી બનાવી છે. શહેરમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટરને 200 બેડની ક્ષમતાવાળી કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયના મતે 6929 લોકોના મોત થયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે છેલ્લા 24 કલાકમાં 9971 કેસ સામે આવ્યા છે અને 287 લોકોના મોત થયા છે. દેશમાં હવે 2 લાખ 46 હજાર 628 દર્દી છે. 1 લાખ 20 હજાર 406 એક્ટિવ કેસ છે. જ્યારે 1 લાખ 19 હજાર 293 તંદુરસ્ત થઈ ગયા છે. જ્યારે 6929 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશદેશનુંછઠ્ઠુંરાજ્યબન્યું
રાજસ્થાન બાદ અનલોક -1માં ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. આ સાથે, ઉત્તર પ્રદેશ દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં કોરોનાના કેસ 10 હજાર કરતાં વધી ગયા છે. આંકડા દર્શાવે છે કે પરપ્રાંતિયોને કારણે ઉત્તર પ્રદેશમાં પણ ચેપ વધ્યો છે. 2500થી વધુ પ્રવાસીઓને ચેપ લાગ્યો છે. રાજ્યમાં 15 લાખથી વધુ પ્રવાસી અને મજૂરો પરત ફર્યા છે. આ માટે કેન્દ્ર સરકારે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી હતી.

રાજ્યોની સ્થિતિ:

મધ્યપ્રદેશ:રાજ્યમાં શનિવારે 232 નવા સંક્રમિત મળ્યા અને 15 લોકોના મોત થયા. ભોપાલમાં 51નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા 1733 થઈ ગઈ છે. ઇન્દોરમાં 35, શાજાપુરમાં 20, નીમચમાં 18, ઉજ્જેનમાં 12 અને ગ્વાલિયરમાં 10 સંક્રમિત વધ્યા. રાજ્યમાં કુલ 9228 દર્દીઓ મળ્યા છે.

આ તસવીર ભોપાલની છે. અહીં મફત રાશન, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ તસવીર ભોપાલની છે. અહીં મફત રાશન, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરપ્રદેશ:શનિવારે અહીં 370 નવા દર્દીઓ મળી આવ્યા, જ્યારે 11 લોકોનાં મોત નીપજ્યાં. કાનપુરમાં 32, ગાઝિયાબાદમાં 19, વારાણસીમાં 18, જૌનપુરમાં 15 અને ગૌતમ બુદ્ધ નગરમાં ચેપ વધ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 103 દર્દીઓ મળી આવ્યા છે. અત્યારસુધીમાં મહામારીને કારણે 268 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્ર:રાજ્યમાં શનિવારે, 2739 ચેપગ્રસ્ત થયા અને 120 લોકોનાં મોત. અત્યાર સુધીમાં માત્ર મુંબઈમાં 47 હજાર 354 કેસ નોંધાયા છે. અહીં 1247 નવા દર્દીઓ મળી આવ્યા. મહારાષ્ટ્રમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 82 હજાર 968 છે, જેમાંથી 42 હજારથી વધુ સક્રિય કેસ છે.

આ તસવીર મુંબઈના મરીન ડ્રાઇવની છે. લોકો મોર્નિંગ વોક માટે અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી દરરોજ આ દૃશ્ય જોવા મળી રહ્યું છે.
આ તસવીર મુંબઈના મરીન ડ્રાઇવની છે. લોકો મોર્નિંગ વોક માટે અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી દરરોજ આ દૃશ્ય જોવા મળી રહ્યું છે.

રાજસ્થાન:શનિવારે અહીં 253 નવા કોરોના પોઝિટિવ મળ્યાં હતાં અને 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભરતપુરમાં 63, જોધપુરમાં 53, જયપુરમાં 36, સવાઈ માધોપુરમાં 15, પાલીમાં 14, સીકરમાં 13 અને ચુરૂમાં 10 દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 10 હજાર 337 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 231 પર પહોંચી ગયો છે.

આ તસવીર રાજસ્થાનના પુષ્કરની છે. અનલોક -1 પછી ભક્તો અહીં આવવા લાગ્યા છે.
આ તસવીર રાજસ્થાનના પુષ્કરની છે. અનલોક -1 પછી ભક્તો અહીં આવવા લાગ્યા છે.

બિહાર:અહીં શનિવારે 233 પોઝિટિવ કેસ જોવા મળ્યા. સુપૌલમાં 28 દર્દીઓ, મધુબાની અને પૂર્ણિયામાં 16-16, મુંગેરમાં 15, સીવાનમાં 13, સારણમાં 11 અને સમસ્તીપુરમાં 10 દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 4831 કેસ નોંધાયા છે. તેમાંથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. 88 હજાર 313 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


તસવીર કોલકાતાના એક મોલની છે


આ તસવીર મુંબઈની છે. મહારાષ્ટ્રમાં આશરે 3 હજાર પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ છે. સતત વધી રહેલા કેસ વચ્ચે પોલીસ કર્મચારી રક્તદાન કરી રહ્યા છે


Corona India live updates of 7th june


Corona India live updates of 7th june

Related posts

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસ

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live

શહેરમાં વધુ નવા 16 કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીનો આંકડો 282 એ પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live