27.8 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

‘અચ્છા સિલા દિયા..તુને મેરે પ્યાર કા’ના ગીતકારનું નિધન, લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

વધુ એક લિજેન્ડનું નિધન

ગત એક મહિનામાં બોલિવૂડે અનેક દિગ્ગજ ગુમાવ્યા અને હવે વધુ એક લિજેન્ડ આ દુનિયામાં નથી રહ્યાં. ફેમસ ગીતકાર યોગેશનું 77 વર્ષે નિધન થયું છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ છે. કોકિલ સામ્રાજ્ઞી લતા મંગેશકરે યોગેશને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તો ડિરેક્ટર નિખિલ દ્વિવેદી સહિતના સેલિબ્રિટીઝે ગીતકાર યોગેશને યાદ કર્યા હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

લતા મંગેશકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે,’મને હાલ જ ખબર પડી કે દિલને સ્પર્શતા ગીતો લખનાર કવિ યોગેશનું આજે દેહાંત થયું છે. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. યોગેશજીના લખેલા અનેક ગીત મેં ગાયા છે. યોગેશજી ખૂબ જ શાંત અને મીઠા સ્વભાવના વ્યક્તિ હતાં. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’

નિખિલ દ્વિવેદીએ લખ્યું-‘મારા મનપસંદ’

એક્ટર અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે,’તમે તમારા અંદાજમાં એકલા હતાં. અમે તમને તમારો હક આપી ન શક્યા પરંતુ તમારુ દરેક મોતી હંમેશા રહેશે. તમે મારા મનપસંદ હતાં. તમે લીજેન્ડ છો’

‘બેવફા સનમ’ સહિત હિંદી સિનેમાને આપ્યા શ્રેષ્ઠ ગીત

લખનઉમાં 19 માર્ચ 1943ના રોજ જન્મેલા ગીતકાર યોગેશે 60-70ના સમયમાં અનેક ઉત્તમ હિંદી ગીતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યા હતાં. જેમાં ‘આનંદ’ ફિલ્મના ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાએ’ અને ‘જિંદગી કૈસી હૈ પહેલી’ જેવા ગીતોનો પણ સમાવેશ થાય છે. યોગેશે પોતાના કરિયરની શરુઆત 1962માં આવેલી ફિલ્મ ‘સખી રોબિન’થી કરી હતી. આ ફિલ્મ માટે તેમણે 6 ગીત લખ્યા હતાં. યોગેશની છેલ્લી મોટી રીલિઝ થયેલી ફિલ્મ ‘બેવફા સનમ’ હતી. જેમાં તેમણે ‘અચ્છા સીલા દિયા તુને મેરે પ્યાર કા’ સહિત 3 ગીતો લખ્યા હતાં.

એક મહિનામાં અનેક સ્ટાર્સનું નિધન

નોંધનીય છે કે ગત એક મહિનામાં ઈરફાન ખાન, રિશિ કપૂર જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું છે તો ટીવીના એક્ટર્સના અચાનક નિધને પણ મનોરંજન ઈન્ડસ્ટ્રીના લોકોને આંચકો આપ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદમાં લૂંટેરી દુલ્હનઃ સાસરામાં હાથ સાફ કરીને ફરાર થઈ ગઈ, પતિએ સસરાને ફોન કર્યો તો…

Amreli Live

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

Amreli Live

જૂન મહિનામાં દેશમાં 4 લાખથી વધારે કોરોના કેસ નોંધાયા, 12,000 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

શ્રીલંકાએ 2011ના વર્લ્ડ કપની ફાઈનલ ભારતને ‘વેચી’ દીધી હતીઃ શ્રીલંકન મંત્રી

Amreli Live

દિલ્હીમાં ઘૂસ્યા ચાર આતંકીઓ, કારના બોનેટ સુદ્ધાં ખોલી થઈ રહી છે સઘન તપાસ

Amreli Live

શું તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે લડવા તૈયાર છે? આ રીતે જાણો

Amreli Live

દીકરીને તેડી રાખવાથી શિલ્પાને પીઠમાં ઉપડ્યો દુઃખાવો, મમ્મીઓને આપી આ ટિપ્સ

Amreli Live

અમિત શાહે ગુજરાતના આ 5 ગામોને ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કર્યા

Amreli Live

27 જૂન જન્મદિવસ રાશિફળ: દર શનિવારે કરો આ નાનકડો ઉપાય, સમૃદ્ધિ આવશે

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

હવે આ દેશમાં જોવા મળી રહી છે કોરોના વેક્સિનની આશા, મનુષ્યો પર થશે ટ્રાયલ

Amreli Live

અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

Amreli Live

ગોધરાની બીજી સૌથી મોટી મસ્જિદમાં બન્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે માંગી દુઆ

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

કોરોનાને અટકાવવા સમગ્ર વડોદરામાં આજથી ડોર ટૂ ડોર સર્વેલન્સની ઝુંબેશ શરૂ

Amreli Live

આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક હોવા છતાં ઓર્ડર ન મળતા મૂર્તિકારો બેકાર બેઠા છે

Amreli Live