24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વધુ 108 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 5580 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 108 થયો છે. આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત થયું છે. આ સાથે વધુ એક યુવતી સહિત 6 દર્દીના મોત થતા આજે 7 દર્દીના મોત થયા છે. વડોદરામાં વધુ 111 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4298 દર્દી રિકવર થયા છે. હાલ 1174 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 દર્દી ઓક્સિજન ઉપર અને 48 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 983 દર્દીની હાલત સ્થિર છે.

કોરોનાની સારવાર દરમિયાન અંકલેશ્વરના ભાજપના મહામંત્રી સહિત 7ના મોત

  • વડોદરાની 28 વર્ષની યુવતીનું મોત.
  • અંકલેશ્વર શહેરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું મોત.
  • બોડેલી તાલુકાના 49 વર્ષના વ્યક્તિનું મોત.
  • દાહોદના 70 વર્ષના વૃદ્ધનું મોત.
  • રાજપીપળાની 65 વર્ષની મહિલાનું મોત.
  • ઝાલોદના 80 વર્ષના વૃધ્ધનું મોત.
  • વડોદરા ગોરવાના 53 વર્ષના વ્યક્તિનું મોત.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
સિટીઃ તરસાલી, વાધોડીયા રોડ, ગોત્રી રોડ, હરણી, દંતેશ્વર, અકોટા, નવાયાડર્ડ, યાકુતપુરા, આજવા રોડ, વાડી, શિયાબાગ, તાંદલજા, વાસણા રોડ, માણેજા, કલાલી, સુભાનપરુા, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, રીફાઇનરી રોડ, છાણી જકાતનાકા, પ્રતાપનગર
ગ્રામ્યઃ કરજણ, પાદરા, ડભોઇ, વાધોડીયા, બાજવા, રણોલી, ભાયલી, પોર

14.99 લાખ વસ્તી સર્વેમાં આવરી લીધી
વડોદરામાં કોરોનાનો વ્યાપ વધતાં આખરે સર્વેલન્સની કામગીરી આખો મહિનો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં છેલ્લા 5 દિવસથી કોરોના પોઝિટિવ આંકડો દરરોજ ઉપર આવી રહ્યો છે. જેમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. શહેરમાં આરોગ્ય ખાતાના કર્મચારી અને પાલિકાના કર્મચારીઓ બનેલી 840 ટીમ દ્વારા અત્યાર સુધી 14.99 લાખ વસ્તી સર્વેમાં આવરી લીધી છે અને તેમાં તાવ, શરદી અને શ્વાસની તકલીફવાળા 1459 દર્દી મળ્યા છે.

કોરોના સંક્રમણ માટે સર્વેના ત્રણ રાઉન્ડ પૂર્ણ
કોરોના સંક્રમણ માટે ઓગસ્ટ મહિનો અત્યંત નિર્ણાયક હોવાની શક્યતા જોવામાં આવી રહી છે અને તેના કારણે અગાઉ દર 15 દિવસે સર્વે કરવાનું નક્કી કરાયું હતું, તેમાં ફેરફાર કરી દર અઠવાડિયે મંગળવારથી શનિવાર સુધી સર્વેલન્સ રાઉન્ડ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ત્રીજો રાઉન્ડ શનિવારે પૂરો થયો હતો. હવે મંગળવારથી ચોથો રાઉન્ડ શરૂ કરાશે, જે શનિવારે પૂરો થશે. તેવી જ રીતે ધન્વંતરી આરોગ્ય રથ પણ તા.1 જુલાઈથી શહેરમાં ફરી રહ્યા છે અને તેમાં પણ તાવ, શરદીના 6000 જેટલા દર્દીઓ મળી આવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર

Related posts

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું, રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

Amreli Live

આર્મી, CRPF અને પોલીસની ટીમે કુલગામ વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live